સરસ્વતીના ધામમાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવના આક્ષેપો,
ભરૂચની એમિકસ સ્કૂલમાં RTE ના બાળકો સાથે ભેદભાવનો વાલીઓ લગાવી રહ્યા છે આક્ષેપ.
ભરૂચની એમિકસ સ્કૂલમાં RTE ના બાળકો સાથે ભેદભાવની નીતિ ચાલવી રહ્યા હોવાના વાલીઓએ આક્ષેપ કર્યો છે. અને વાલીઓએ RTE હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે અને શાળાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી. તેવા આરોપ સાથે સ્કૂલમાં ધામા નાખી ન્યાય ની માંગણી કરતા હોબાળો મચ્યાવ્યો હતો.
ત્યારે વાલીઓના આક્ષેપો સામે શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે દિલ્લી હાઇકોર્ટનો ચુકાદો છે કે શાળામાં એસીનો ખર્ચ વાલીઓએ ઉઠાવવાનો રહેશે. એમિકસ એસી સ્કૂલ છે માટે બાળકોને નોન એસી રૂમમાં અલગ બેસાડવામાં આવે છે.
શાળાના વલણ સામે વાલીઓમાં રોષ ફેલાતા આખરે મામલો ગુજરાત શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો. અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ પણ તપાસના આદેશ આપી દીધા છે.
અહેવાલ :- નીતિન માને (ભરૂચ)