સરાડીયા-વાંસજાળીયા રેલ લાઇન માટે FLS મંજૂર.

ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના અંતરિયાળ વિસ્તારોને રેલમાર્ગ દ્વારા વધુ સારી જોડાણ આપવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના સરાડીયા થી વાંસજાળીયા સુધી **આશરે ૪૫ કિ.મી નવી લાઇન માટે અંતિમ સ્થાન સંવેક્ષણ (Final Location Survey)**ના રૂ. 1,12,50,000/- ના ખર્ચે કાર્ય માટે રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રસ્તાવિત રેલવે લાઇન અનેક મહત્વપૂર્ણ લાભો આપે તેમ માનવામાં આવી રહ્યું છે:

🔹 દૂરના વિસ્તારોમાં સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન
🔹 સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને વધુ ટૂંકો અને વિકલ્પરૂપ માર્ગ મળે
🔹 યાત્રાધામો જેવી કે ગિરનાર, સોમનાથ, દ્વારકાના પ્રવાસને સહેલ અને ઝડપભર્યો બનાવશે
🔹 ભારતીય રેલવેના સમાવિષ્ટ વિકાસના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવી છે

આ પ્રકારની રેલ લાઇન વિકાસની મંજૂરીથી વિસ્તારના નાના નગરો અને ગામોને દેશની મુખ્ય રેલવે લાઇન સાથે જોડવાની દિશામાં આગળ વધી શકાય છે. આ સાથે પ્રવાસ, વેપાર અને રોજગારની તકોમાં પણ વધારો થવાની શક્યતા છે.

આ યોજના હાલ માટે FLS મંજૂરીની સ્તરે છે – જ્યાં રેલવે વિભાગ અંતિમ માપદંડો, જમિન આધાર અને ટેક્નિકલ વિગતોની સમીક્ષા કરશે. FLS પછી આગામી બજેટ અનુસાર કામગીરી આગળ ધપાવવામાં આવશે.


📌 અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ