રાજય સહકારી સંઘ દ્વારા અમદાવાદ ખાતે વિકસિત ભારત યુવા સેમિનાર યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વતળેની ભારતીય જનતા પક્ષની સરકાર એ સહકારીતાને અગ્રતા આપવાના ઉદ્દેશ સાથે સહકાર મંત્રાલયની રચના કરી છે જેના દૂરંદેશી પરિણોંમો સહકારના માધ્યમથી દેશ-દૂનિયા નિહાળી રહી છે હવે આ ક્ષેત્રને નવી યુવા ઉર્જા શકિતની જરૂર છે અને તેથી જ સહકારી પ્રવૃત્તિઓમાં યુવા શકિત આગળ આવે તેમ અમદાવાદ ખાતે ગુજરાત રાજય સહકારી સંઘ આયોજીત સહકારી ક્ષેત્રમા યુવા ભાગીદારી સેમિનારને સંબોધતા એન.સી.યુ.આઈ.-ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ.
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવા શકિત સમક્ષ સંઘાણીએ વધુમા જણાવેલ કે, સહકારના માધ્યમ થી વિશ્વશાંતિ અને રકતહિન ક્રાંતિ સહકારથી જ શકય હોવાનું જણાવી પ્રધાનમંત્રી ”આત્મનિર્ભર ભારત” અને “સહકાર થી સમૃધ્ધિ” ના સંકલ્પો જનજન સુધી પહોંચાડવા, સહકારી યોજનાઓ અને આયોજનોમા નવું ચેતન્ય પુરૂ પાડવા યુવાનોને આગળ ઘપવા આહ્વાન કરેલ જેને ઉપસ્થિત યુવાનોએ હર્ષભેર વધાવી હતી. તદ્ઉપરાંત સહકારી પ્રવૃત્તિના સંકલ્પોની સફળતામા રહેલ વિશિષ્ટ સહકારી મંડળીઓની કામગીરીના દ્રષ્ટાંત પુરા પાડયા હતા. આ તકે સહકારી અગ્રણીઓ, પદાધિકાશ્રીઓ અને વિશાળ સંખ્યામા યુવાનો ઉપસ્થિત રહી સેમિનારમા ભાગ લીધો હતો તેમ યાદીમાં જણાવાયેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)