સુરત :
સહકારી બેંકોના સંચાલનમાં ફરી એક વખત નવી હવામાં નિશાન ચુંકાયું છે. કેન્દ્ર સરકારે સહકારી બેંકોના ડિરેક્ટરોના કાર્યકાળને મર્યાદિત કરતા ગેજેટ જાહેર કરતાં ચર્ચાનો સૂર વધી ગયો છે. સરકારના આ નવા નિયમો અમલમાં આવ્યા બાદ અનેક સહકારી બેંકના ડિરેક્ટરોએ સ્વેચ્છાએ રાજીનામા આપી દીધા છે.
આ નિર્ણય પછી સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓએ પણ નિવેદન આપતાં કહ્યું કે, “આ નિર્ણયો સહકારી વ્યવસ્થામાં પરિવર્તન લાવશે અને નવી પેઢીને આગેવાનીની તક મળશે.“
તેઓએ ઉમેર્યું કે, “લાંબા સમયથી સહકારી બેંકોમાં 10થી 30 વર્ષ સુધી ડિરેક્ટર પદે રહેલા લોકોના સ્થાને હવે યુવા નેતાઓ આવવાથી ટેક્નોલોજીકલ સુધારા અને નવી વિચારધારા બેંકોમાં પ્રવેશશે.“
સરકારના નિર્ણયને આવકારતાં સહકારી ક્ષેત્રના આગેવાનોનું માનવું છે કે હવે યુવાનો માટે નવી દોરી ખુલશે, જે બેંકોના વિકાસ અને કાર્યક્ષમતા બંને માટે લાભદાયક સાબિત થશે.
અત્યારે કેટલીક સહકારી બેંકોમાં એકજ વ્યક્તિ દાયકાઓથી ડિરેક્ટર પદે રહી સંસ્થા પર પોતાનું અધિપત્ય જમાવતા હતાં. પરંતુ હવે નવા નિયમોના અમલ સાથે આ પ્રથાઓમાં અંત આવી શકે છે.
સરકારના આ નિર્ણયથી સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી બંનેમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલ : સુરત પ્રતિનિધિ