ગુજકોમાસોલનું ટર્નઓવર રૂ. ૨૨૩૯ કરોડ (૨૦૧૭) થી વધીને વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ. ૧૦,૨૭૫ કરોડ.
નેટ નફો આઠ ગણો વધી રૂ. ૭૬.૧૦ કરોડ સુધી પહોંચ્યો.
૨૦% ડિવિડન્ડ ચુકવતી એકમાત્ર સહકારી સંસ્થા.
ખેડૂતોના પાકની ખરીદી રૂ. ૭૪૦૦ કરોડ સુધી.
“ગુજકો બ્રાન્ડ” અને “ગુજકો માર્ટ” દ્વારા મજબૂત માર્કેટિંગ પ્લેટફોર્મ.
મહેસાણા ખાતે ઈન્ટિગ્રેટેડ એગ્રી લોજિસ્ટિક્સ પાર્કનું ટૂંક સમયમાં લોકાર્પણ.
ઐતિહાસિક પાયાનું બળ
સહકાર આંદોલનના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલ દ્વારા ૧૯૬૦માં સ્થાપિત ગુજકોમાસોલ આજે રાજ્યની ટોચની સહકારી સંસ્થા બની છે. ખાતર, દવા, બિયારણ, સ્ટોરેજ અને ખેતી સંબંધિત અનેકવિધ સેવાઓ આપી તે ખેડૂતોનો વિશ્વાસ જીતતી આવી છે.
આર્થિક વૃદ્ધિ
૨૦૧૭માં ટર્નઓવર : રૂ. ૨૨૩૯ કરોડ.
૨૦૨૪-૨૫માં અનુમાનિત ટર્નઓવર : રૂ. ૧૦,૨૭૫ કરોડ.
નેટ નફો : રૂ. ૨.૫ – ૮ કરોડની જગ્યાએ હવે રૂ. ૭૬.૧૦ કરોડ.
ગ્રોસ નફો : રૂ. ૧૪૫.૬૫ કરોડથી વધુ.
ખેડૂતોને સીધો લાભ
૯.૨૨ લાખ મે.ટન મગફળી, રાયડો, ચણા, તુવેર જેવી જિન્સ ખરીદી – મૂલ્ય રૂ. ૭૪૦૦ કરોડ.
બિયારણનું વેચાણ : રૂ. ૨૦-૨૫ કરોડમાંથી વધીને રૂ. ૧૫૮ કરોડ.
ખાતર વિતરણ : રૂ. ૧૯૩૭ કરોડ.
૨૫૨ તાલુકાના ૧.૭૮ લાખ ખેડૂતોને વિવિધ યોજનાઓનો સીધો લાભ.
નવા પ્રોજેક્ટ્સ અને ઈનોવેશન
ડાયવર્સિફિકેશન અને વેલ્યુએડીશન વિભાગ : ટર્નઓવર ૨.૧૯ કરોડ (પ્રારંભ) → હાલ ૪૯.૭૦ કરોડ.
કેરી, દાડમ, ખારેકનું પ્રોસેસિંગ, કેળાના થડમાંથી ફાયબર પ્રોજેક્ટ – ખેડૂતો માટે વધારાની આવક.
ગુજકો બ્રાન્ડ હેઠળ ઓર્ગેનિક પ્રોડક્ટ, રેડી-ટુ-ઈટ, હેલ્થ કીટ, મધ, મસાલા વગેરેનું માર્કેટિંગ.
ગુજકો માર્ટ (ગુજકો મોલ) – સહકારી મંડળીઓના પ્રોડક્ટ્સ માટે એક સરસ માર્કેટિંગ પ્લેટફોર્મ.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
૧૫૭ ગોડાઉનો – ક્ષમતા ૨.૧૦ લાખ મે.ટન.
ગોડાઉન ભાડેથી રૂ. ૬.૮૭ કરોડની આવક.
ઓફિસ અને ડેપો સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ.
મહેસાણા ખાતે આધુનિક ઈન્ટિગ્રેટેડ એગ્રી લોજિસ્ટિક્સ પાર્ક – જેમાં પેકહાઉસ, કોલ્ડ ચેઈન, નિકાસ સુવિધા, સોર્ટિંગ-ગ્રેડિંગ, ફ્રીઝ-ડ્રાયિંગ, મસાલા પ્રોસેસિંગ યુનિટ વગેરે.
દિલીપ સંઘાણીનો સંદેશ
“પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ **‘સહકાર થી સમૃદ્ધિ’**ના સંકલ્પને સાકાર કરવા ગુજકોમાસોલ પ્રતિબદ્ધ છે. ખેડૂત હિત હંમેશા પ્રથમ સ્થાને રાખીને, સહિયારા પ્રયાસોથી સંસ્થા સતત નવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહી છે.”
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ