
સાપુતારા ખાતે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ ઇજારેદાર શ્રીજી એસોસિએટ દ્વારા વાહનચાલકો પાસે થી લૂંટ સામે આવી છે! ટોલ ટેક્ષની વસૂલાતમાં એકજ દિવસમાં બે વાર ટોલ વસૂલાત થવાથી પ્રવાસીઓ, સ્થાનિક લોકોમાં હાહાકાર મચી ગયો છે. રાત્રિ 12 વાગે સુધી નો ટોલ હોવા છતાં દિવસ માં બે વાર ટોલ વસૂલવામાં આવ્યો હતો! પ્રાપ્ત માહિતી અનુસાર એકજ દિવસમાં બે વાર ટોલ ટેક્ષ આપવો
જો કોઈ વાહનચાલક ટોલ ટેક્ષ આપવામાં દલીલ કરે ત્યારે આ ટોલ બુથના કાર્યકરો ગાડીને તેમજ વાહનચાલકો સાથે ગુંડાગર્દી ઉપર ઉતરી જઈ વાહનોને નુકશાન પહોચાડી રહ્યા છે! ટોલ ટેક્ષ વસુલ કરનાર ઇજારેદાર શ્રીજી એસોસિએટ એ જાણે ગુંડા મવાલીઓને પઠાણી ઉઘરાણી કરવા માટે બેસાડ્યા છે?? એવું ટોલ ટેક્ષ ના કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓ સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે! ઓછા સમયમાં વધુ ટેક્ષ વસૂલી કરવાના કારણે પ્રવાસીઓમાં અસંતોષનો ભાવ જોવા મળી રહ્યો છે. લોકોએ આ મામલે ટોલ નાકા પર ભવ્ય વિરોધ પ્રદર્શન કરવાનું સૂચન કર્યું છે પ્રવાસીઓ, વેપારીઓએ જણાવ્યું કે, “અમે રોજિંદા વ્યાપાર માટે પરિવહન કરીએ છીએ અને આ પ્રકારની વધતી વસૂલાત અમારે માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે.”
તેઓએ સરકારને અપીલ કરી છે કે, ટોલ ટેક્ષની બેરહમીતાને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવું જોઈએ. આ સાથે, પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર પણ આ મામલે પોતાની પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગે, પ્રવાસીઓ, સ્થાનિક સમુદાયના કેટલાક સભ્યોએ આ મામલે ભારે વિરોધ નોંધાવ્યો છે અને ટોલ ટેક્ષની વસૂલીને ખોટી ગણાવી છે. તેઓએ અપીલ કરી છે કે સરકાર આ ઇજારેદાર શ્રીજી એસોસિએટ નો ઈજારો રદ કરે જો આવનારા દિવસોમાં યોગ્ય પગલાં લે એવી લોકમાંગ ઉઠવા પામી છે જો યોગ્ય પગલાં તંત્ર દ્વારા નહિ લેવામાં આવશે તો વાહનચાલકો ઉગ્ર વિરોધ પ્રદર્શન આગામી દિવસોમાં કરવાની શક્યતા છે સાથે ટોલ બુથ અજેન્સી ઉપર ફરિયાદ કરવાના ચક્રો ગતિમાન…
અહેવાલ: આરીફ શેખ (નવસારી)