સાબરકાંઠાના પોશીના તાલુકા પંચાયત ખાતે એ.સી.બી.ની સફળ ટ્રેપ, અધિક મદનીશ ઇજનેર અને ટેકનિકલ આસિસ્ટન્ટ ઝડપાયા.

સાબરકાંઠા

સાબરકાંઠાના પોશીના તાલુકા પંચાયત ખાતે એક જાગૃત નાગરિક દ્વારા પોશીના તાલુકા વિસ્તારમાં સરકારના વિવિધ વિકાસના કરેલ કામોની ૨,૫૦,૦૦૦/- ડિપોઝિટ જમા કરેલ હતી. જે રકમ પરત આપવા ફરિયાદીએ માગણી કરતા ₹/- ૩૧,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માગણી કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ન હતા. નાણાં માગનાર આરોપી પૈકી (૧) કીર્તિકુમાર રાજેશભાઈ, અધિક મદનીશ ઇજનેર, (વર્ગ -૩) નોકરી – તાલુકા પંચાયત, પોશીના તથા (૨).જીગરકુમાર નટવરભાઈ પટેલ, (કરાર આધારિત) ટેકનિકલ આસિસ્ટન્ટ, તાલુકા પંચાયત કચેરી પોશીના ખાતે ફરજ બજાવે છે. ફરિયાદી સદર લાંચની રકમ આપવા માંગતા ન હોવાના કારણે ફરિયાદી દ્વારા બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરિમયાન આ કામના આરોપી નંબર – ૨ નાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ૩૧,૦૦૦/- સ્વીકારી બને આરોપીઓ રંગે હાથે એ.સી.બી.ના ગોઠવેલ છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)