સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ તાલુકાના કતપુર પાસે સુરતના અડાજણ વિસ્તારના રહેવાસી અને એક જ સમાજના તમામ લોકો ઉદેપુર ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા તેવા સમયે લક્ઝરી બસમાં અચાનક ટાયર ફાટતાં તેમાં આગ લાગી ગઈ હતી અને આગની લપટોમાં બસ લપેટાઈ જતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો,.જોકે સમય સૂચકતા વાપરી તમામ મુસાફરો બસની બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
પરંતુ લક્ઝરી બસમાં મુકેલ તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી. આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ અને ટ્રાફિક પોલીસને કરતા સ્થળ ઉપર આવી બચાવ કામગીરી હાથ ઉપર લેવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રાંતિજ ફાયબ્રિગેડને જાણ કરતા સ્થળ ઉપર આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. ફાયર બ્રિગેડ સહિત વોટર બ્રાઉઝર ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને દોઢ કલાકની ભારે જહેમત બાદ ૧૪૦૦૦ થી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. સુરત અડાજણથી આવેલ બસમાં ૧૫ મહિલા, ૨૦ પુરુષ અને ૩ બાળકી, ૨ બાળક મળી ૫ બાળકોનો સમાવેશ થાય છે.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)