સાબરકાંઠા જિલ્લાના તલોદમાં 42 ગોળ આંજણા ચૌધરી સમાજ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજિત કરાયું

સાબરકાંઠા

42 ગોળ ચૌધરી સમાજ દ્વારા આયોજિત 13 મી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જસનપુર ગામે તારીખ 8/ 5 /2024 ના રોજ થી શુભારંભ થયો હતો. 42 ગોળ ચૌધરી સમાજ દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશનમાં નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના જુદા જુદા ગામોમાંથી ક્રિકેટ પ્રેમી યુવાનો ભાગ લે છે. દર વર્ષે જુદા જુદા ગામો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ નાના ચેખલા ગામ દ્વારા જસનપુર હાઈસ્કૂલમાં ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 65 થી પણ વધુ ટીમોએ ભાગ લીધો હતો

ફાઇનલમાં પાટનાકુવા તેમજ સામેત્રી ગામની ટીમો ફાયનલ માં સામસામે આવી હતી જેમાં પાટનાકુવાની ટીમ સામેત્રી ટીમને 6 વિકેટથી હરાવીને ચોથી વખત ચેમ્પિયન બની હતી. પાટનાકુવા ગામ ચોથી વખત ચેમ્પિયન બનતા સમાજના આગેવાનોએ તેમજ ગામના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

અહેવાલ:-ગુજરાત બ્યુરો