સાબરકાંઠા જિલ્લામાં વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓને મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ.

સાબરકાંઠા 

સાબરકાંઠા જિલ્લામાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણીથી રસ્તા ઉપર થયેલા ધોવાણને લીધે પ્રજાજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને લીધે વાહનચાલકો સરળતાથી અવર જવર કરી શકશે. તેમજ અકસ્માત નિવારી શકાશે.

હાલમાં તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર તાલુકામાં રોડ રસ્તાના સમાર કામ, પેચ વર્કના કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડા બુરવાની તેમજ જર્જરિત રસ્તાઓ પર ટાસ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (ખેડબ્રહ્મા)