સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભટેલા ખાતે ગામના રહેવાસી રામજીભાઈ રાવળના નવા મકાનની ચાલતી કામગીરીમાં મકાનના આગળના ભાગમાં આવેલ શૌચાલયમાં પાડોશી મહિલા બાથરૂમમાં જતા સદર મહિલાએ પ્લાસ્ટિકના કેનમાં બાળક જોયુ હતું અને તે જોતાં તે દંભ રહી ગઈ હતી અને આ વાત મકાન માલિક રામજીભાઇને કરતા તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સ ફોન કરતા સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા કેનમાં નવજાત બાળક સાથેની નાળ પણ દેખાઈ હતી.
બાળકની વધુ તપાસ કરતા બાળકના મોઢા પર કપડું બાંધી રાખેલ હતું, તેનું શરીર વાદળી રંગનું અને ઠંડુ પડી ગયું હતું. જેની પ્રાથમિક તપાસ કર્યા બાદ વિજયનગર સી.એચ.સી. માં લાવ્યા હતા અને સારવાર બાદ તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું..બાળકનું વજન ૧.૮ કિલો હોવાનું અને તેને હાલમાં ઓક્ષિજન ઉપર રાખેલ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)