સાયબર ક્રાઈમ સેલ સુરત દ્વારા હમણાં થયેલી મોટી કાર્યવાહી: ₹20.50 લાખની છેતરપિંડીમાં હિંમતનગરથી આરોપી ઝડપાયા!

સુરત, તા. 19 એપ્રિલ 2025: સુરત શહેરના સાઇબર ક્રાઈમ સેલે એક મોટી કાર્યવાહી કરતા ₹20.50 લાખની ડિજિટલ છેતરપિંડીના ગુનામાં હિંમતનગરમાંથી મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોતાને સીબીઆઈ અધિકારી હોવાનું કહી અરજદારને ડર ધમકી આપી મોટો રકમ ટ્રાન્સફર કરાવ્યા હતા.

હિન્મતનગરના રહીશ એઝાઝ હનીફભાઈ દરવેશ તથા તેમનો સાથી સાહદ ઉસ્માન રાજકોટિયા સહિત કુલ ૭ શખ્સો સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએ ડિજીટલ એરેસ્ટના નામે ખોટી ઓળખ બનાવી અને ફરિયાદીને વિડીયો કોલ કરી જણાવ્યુ હતુ કે તેમના આધાર કાર્ડ પર ખોટી ટ્રાન્ઝેક્શનો થઈ છે, અને મની લોન્ડરિંગના કેસમાં તેમને શંકાસ્પદ માનવામાં આવ્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી નીચેનાં મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • એક લેપટોપ
  • ૪ કિલો કપડાં
  • ૧૪૦ ગ્રામ દ્રવ્ય (સંશયાસ્પદ)
  • વિવિધ બેન્ક પાસબુકો અને એટીએમ કાર્ડ
  • પાંસપાસપોર્ટ

આરોપીઓ USDT (ક્રિપ્ટોકરન્સી)ના વેપારમાં કમિશન પર ડીજીટલ ટ્રાન્ઝેક્શન કરતા હતા. તેઓ USDT ૯૦ રૂપિયાના ભાવેથી ખરીદી ૯૬ રૂપિયાની ઉંચી કિંમતે વેચતા હતા. અગાઉ આ કેસમાં આરોપી નવાઝ હુસેન તથા શાહનવાઝની ધરપકડ થઇ ચૂકી છે.

આ ગુનામાં એ પણ બહાર આવ્યું છે કે કેટલાક આરોપીઓએ પોતાનું ખાતું કમિશન માટે અન્ય સાથીદારોને ઉપયોગમાં આપવા દીધું હતું. આરોપીઓએ પોલીસ અધિકારી, કસ્ટમ અધિકારી અથવા સીબીઆઈ તરીકે ઓળખ આપી લોકો સાથે વિડીયો કોલ અને ઓડિયો કોલ કરીને ડરાવ્યા અને લૂંટ ચલાવી.

અત્યાર સુધીના મુખ્ય આરોપીઓ:

  1. એઝાઝ હનીફભાઈ દરવેશ
  2. સાહદ ઉસ્માન રાજકોટિયા
  3. ઇરફાન ઇમ્તિયાઝ અબ્દુરહેમાન
  4. મનમિતસિંહ અવતારસિંહ
  5. રાજદીપસિંહ નટવરસિંહ
  6. સૈયદપાલસિંહ પરમસિંહ
  7. યશપાલસિંહ ભર્તિસિંહ ચૌહાણ

અગાઉ અટક કરાયેલ:

  • નવાઝ હુસેન દાઉદ માણેક
  • શાહનવાઝ મહમદ વાઘા

મોડસ ઓપરેન્ડી:
આરોપીઓ વીડીયો કોલ દ્વારા પોતાને સીબીઆઈ, કસ્ટમ અથવા પોલીસ અધિકારી બતાવી લોકોને ડરાવતા હતા અને કહેતા કે તેમના પાસેથી વિદેશી માલ પકડાયો છે. ત્યારબાદ નકલી CBI લેટર મોકલી તેઓ તપાસમાં સહકાર ન આપો તો અટક કરવામાં આવશે, તેવી ધમકી આપીને રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા.

તપાસ ચાલુ છે. વધુ આરોપીઓ ઝડપાઈ શકે છે.