સાયબર ફ્રોડથી સાવધાન રહેવું જરૂરી: RTOના ચલણ માટે ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરો.

વેરાવળ: રાજ્યના વાહન ચાલકો માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે.

વાહનના ચલણની ભરપાઈ કરવા માટે ફક્ત વાહન વ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી અધિકૃત વેબસાઈટ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જ ઓનલાઇન ચુકવણી કરવાની સલાહ આપવામાં આવી છે.

આ અંગે પોલીસ વિભાગ અને આર.ટી.ઓ. દ્વારા ચેતવણી અપાઈ છે કે ચલણ ભરવા માટે સોશિયલ મીડિયામાં ફરતી લિન્કો કે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ બિલકુલ ન કરો.

રિપોર્ટ અનુસાર, વાહન વ્યવહાર વિભાગ દ્વારા ચલણ ભરવા માટે કોઈ પણ પ્રકારની લિંક વોટ્સએપ, મેસેન્જર કે અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર મોકલવામાં આવતી નથી.

એવી કોઈ અનાધિકૃત લિંક અથવા મેસેજ મળે તો તાત્કાલिक રીતે અવગણો અને ઓપન ન કરો. અન્યથા તમારું બૅન્ક ડેટા અથવા પર્સનલ માહિતી સાયબર ઠગોની હાથે ફસી શકે છે.

આમ, નાગરિકોએ થોડી સાવધાની રાખીને સાયબર ફ્રોડ જેવી ઘટનાઓથી પોતાનું રક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ