સારોલી પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા થોડા દિવસોમાં એક મહત્ત્વપૂર્ણ ગુનો ઉકેલાયો છે જેમાં વિવિધ માર્કેટમાંથી પડેલા રેપડના ૧૩ પાસકલો તથા એક ફોર્સ વ્હીલ ટેમ્પો સહિત કુલ રૂ. ૭,૬૬,૩૭૮/- મૂલ્યનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.
ફરીયાદી સાદિર સરદારશાહ (ટેક્ષટાઇલ માર્કેટ) દ્વારા જણાવીાયું હતું કે, માર્કેટમાં આવેલા અલગ-અલગ વેપારીઓના રેપડના પાસકલ ચોરી થઈ ગયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અજાણ્યો ચોર ડુપ્લિકેટ ચાવી વડે ટેમ્પોનું લોક ખોલીને માલ ચોરી લઈ ગયો હતો.
સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર ૧૧૨૧૦૦૬૭૨૫૦૩૧૦/૨૦૨૫ હેઠળ ભારતીય દંડ સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયો. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.આર. વેરૈયા ની આગેવાની હેઠળ સેલેન્સ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ, બાતમીકારો અને વિવિધ માહિતીનો ઉપયોગ કરી તપાસ કરાઈ.
ટીમે ઝડપથી કાર્યવાહી કરીને આરોપી અબ્દુલ જબ્બાર અબ્દુલ લતીફ મેષમખુ (યાકુબભાઇની બિલ્ડિંગ, લીંબાયત, સુરત) ને પકડ્યો. આરોપી પાસેથી માલ સહીત ટેમ્પો (GJ-19-X-4132) પણ જપ્ત કરવામાં આવ્યો.
આ ઝડપી અને સંયમિત કાર્યવાહી માટે પોલીસ ઈન્સ્પેક્ટર એસ.આર. વેરૈયા સહિત તમામ સેલેન્સ સ્ટાફ અને એસ.બી. નકુમ, એ.એસ.આઇ. અજીતભાઈ ઠારોરભાઈ, પ્રતાપસિંહ, સજંયભાઈ વેલજીભાઈ અને અન્ય કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી છે.