સાળંગપુરધામ ખાતે 76 માં પ્રજા સતાક પર્વની ઉજવણી કરાઈ.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૫ને રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાના સિંહાસનને કેસરી-સફેદ-લીલા તિરંગાનો શણગાર કરી સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)