📅 તારીખ: 11 અને 12 એપ્રિલ 2025
📍 સ્થળ: સાળંગપુર હનુમાનજી ધામ
સાળંગપુર હનુમાનજી મંદિરમાં ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારના “મહાસંગમ” દિવસે હનુમાન જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી યોજાશે.
🔸 દાદાની કૃપાથી ભક્તોની ભક્તિભરી હાજરી
સાંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થયેલા હજારો ભક્તો આ પવિત્ર પ્રસંગે સાળંગપુર ધામ પધારી દાદાના દર્શન કરીને જીવનને પવિત્ર બનાવશે.
🔸 મહોત્સવના મુખ્ય આકર્ષણો
✅ ૫૪ ફૂટ ઊંચા “કિંગ ઓફ સાળંગપુર” હનુમાનજીની ભવ્ય આરતી
✅ રાજોપચાર, અન્નકૂટ અને મહાસંધ્યા આરતી
✅ પરમ પૂજ્ય 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા હરિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વચન
✅ વિશાળ સંખ્યામાં ભક્તો દ્વારા હનુમાનજી મહારાજની ભક્તિપૂર્વક આરાધના
🔸 ભક્તો માટે વિશેષ આમંત્રણ
આ પવિત્ર અને વૈવિધ્યસભર મહોત્સવમાં કોઠારીશ્રી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા પરિવાર અને મિત્રમંડળ સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
💠 સાળંગપુર હનુમાનજી ધામમાં પધારી અને હનુમાન જન્મોત્સવની ભવ્યતા અનુભવો!
📢 અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ (જૂનાગઢ)