સાસણમાં સિંહ સદન ગેઇટ સામેની દુકાનોને ડિમોલીશન નોટિસ સામે હાઇકોર્ટનો સ્ટે!

સાસણ સિંહ સદન
રોડની વચ્ચેથી 15 મીટર જગ્યા ખુલ્લી કરાવવા વડી કચેરી દ્વારા નોટીસ
પાઠવી હતી

સાસણમાં સિંહ સદનની સામે આવેલી દુકાનોને થોડા વખત પહેલાં માર્ગ અને મકાન વિભાગે રોડની મધ્યેથી 15 મીટર જગ્યા ખુલ્લી કરવા માટેની સામેના દુકાનદારોને 7 દિવસમાં જગ્યા ખુલ્લી કરી દેવા નોટીસ પાઠવી હતી. આની સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.

સાસણનાં નિતેશભાઇ પ્રભુદાસભાઇ મશરૂ અને બીજા 5 લોકોએ સાથે રહી આ માટે પોતાના વકીલ પ્રશાંત ચાવડા મારફત ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગી છે . જેમાં એવી દલીલ કરી હતી કે, તેઓએ જે બાંધકામ કર્યું હતું એ સમય તા. 17 જુલાઇ 1980 અંતર્ગત જેતે વખતે વિકાસ ૫૨વાનગી હેઠળ કરવામાં આવ્યું છે. જેમાં રોડ વચ્ચેથી 12 મીટરનો માર્જીન રાખવાનું હતું
આથી હાઇકોર્ટના જસ્ટીસ મૌના એમ. ભટ્ટે તેઓની અરજીને ધ્યાને લઇ આગામી સુનાવણી સુધી નોટીસની અમલવારી સામે મનાઇ હુક્મ ફરમાવ્યો છે. તેની સુનાવણી તા. ૩ જુલાઇ 2025 ના રોજ રાખવામા આવેલ છે. પણ તેમણે સાસણમાં પ્રવાસનને લગતા પ્રોજેક્ટ અંગેની વિસ્તૃત વીગતો આપી હતી.
સાસણમાં સ્ટ્રીટ ડેવલપમેન્ટ નો પ્રોજેક્ટ છે.
જેમાં
આવનાર પ્રવાસીઓને માટે સુવિધા,પાર્કિંગ, પાણી,શૌચાલય, બેસવાની વ્યવસ્થા સહિતના પ્રોજેક્ટો નો સમાવેશ થાય છે. આથી હાઇકોર્ટના જસ્ટીસ મૌના એમ. ભટ્ટે તેઓની અરજીને ધ્યાને લઇ આગામી સુનાવણી સુધી નોટીસની અમલવારી સામે મનાઇ હુક્મ ફરમાવવામાં આવ્યો છે. તેની સુનાવણી તા. ૩ જુલાઇ 2025 ના રોજ રાખવામા આવેલ છે.

અહેવાલ : એડવોકેટ પ્રશાંત ચાવડા દ્વારા