સિહોરમાં ભવ્ય “મા ભવ્ય તિરંગા યાત્રા” યોજાઈ

સિહોર, તા. 16 મે:
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટનાઓ બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા દેશભક્તિ અને તિરંગાના ગૌરવને વધુ મજબૂત બનાવતા સેનાનું અભૂતપૂર્વ શૌર્ય દર્શાવ્યું છે. આ જ ઉજવણી રૂપે સિહોર શહેરમાં ભવ્ય “મા ભવ્ય તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભળીયાએ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું. મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનની જમીન પર જઇ આતંકવાદીઓના આશ્રયસ્થાનો પર નિશાનાં સાધી સેંકડો આતંકીઓનો ખાત્મો કરીને દેશ માટે ગૌરવનું પરાક્રમ કર્યો છે.

મંત્રીએ જણાવ્યું કે ભારતીય સેનાએ આતંકવાદી હુમલાનો પુનઃપ્રતિકલ્પ કરાયો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને વિશ્વભરમાં સશક્ત અને શક્તિશાળી સૈન્ય શક્ક્તિ તરીકે સમર્થિત કરાયું છે. પાકિસ્તાન જે આતંકવાદને પોષે છે, તેના ઉપર દેશનો શૂરવીરોના જોરદાર પ્રહાર વડે સાબિત થઈ ગયું છે કે હવે તે કોઈ પણ હુમલો કરવાના પહેલા હજારો વખત વિચાર કરશે.

સિહોર ખાતે આ તિરંગા યાત્રામાં બાળકો તિરંગા ખેસ અને દેશભક્તિ ગીતોના સંગીત સાથે દેશપ્રેમનું પ્રતિકરૂપ બન્યા હતા. સૈનિક વેશમાં બાળકો અને શહીદ સૈનિકોના પરિવારજનો પણ યાત્રામાં સામેલ રહ્યા. તિરંગા યાત્રામાં શહેરના સાધુ સંતો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનોએ હર્ષોદ્‍ઘોષ સાથે ભાગ લીધો હતો.

પીઆઈ જાડેજા સાહેબની આગેવાનીમાં પોલીસ અને જીઆરડી સહિત હોમગાર્ડ જવાનો દ્વારા યાત્રાના માર્ગમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમ દ્વારા દેશભક્તિની ભાવનાઓને ઉજાગર કરવામાં આવી અને ‘મા ભવ્ય તિરંગા યાત્રા’ દ્વારા ભારતીય સેનાના અમર શૌર્યને નમન કરવામાં આવ્યું.

અહેવાલ : સતાર મેતર, સિહોર