સિહોરમાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન, અનેક બેંકોના અધિકારીઓએ આપી લોન અંગે માહિતી.

વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશને વધુ અસરકારક બનાવવા ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પાલીતાણા વિભાગીય નાયબ પોલીસ અધ્યક્ષ મિહિર બારૈયાની અધ્યક્ષતામાં સિહોર ખાતે લોન મેળાનું આયોજન થયું. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ સિહોર ઇન્ચાર્જ પી.આઈ. બી.બી. સોલંકી તથા પોલીસ સ્ટાફે આ આયોજન એલ.ડી. મુની હાઇસ્કૂલ ખાતે કર્યું.

લોન મેળામાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. SBI બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્ક અને એક્સિસ બેન્કના અધિકારીઓએ ઉપસ્થિત લોકોને સરળતાથી લોન મેળવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી.

આ આયોજનનો હેતુ નાગરિકોને કાયદેસર અને સરળ માર્ગથી લોન ઉપલબ્ધ કરાવવાનો હતો જેથી તેઓ વ્યાજખોરોના જાળમાં ન ફસાય.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર.