સિહોર, ૧૪ મે,
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણીયાએ આજે સિહોર ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે રેલવે ક્રોસિંગ ગેટ નં. 205B પર બનેલા ઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ ગેટ નં. 205X પર બાંધવામાં આવેલા અંડરબ્રિજનું સમીક્ષાકીય નિરીક્ષણ કર્યું.
ભાવનગર મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મંત્રીશ્રીએ સિહોરના લોકોની મુશ્કેલીઓનો તાત્કાલિક અને વ્યવહારુ ઉકેલ લાવવા માટે મંડળ રેલ પ્રબંધક રવીશ કુમાર અને રેલવે એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ મંડળ એન્જિનિયર મનીષ મલિક અને તેમની ટીમ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
શ્રીમતી બાંભણીયાએ નિર્માણ કાર્યને ઝડપી બનાવવા ખાસ દિશાનિર્દેશ આપ્યા અને કાર્યસ્થળ પર કામગીરીના વિવિધ પાસાઓ અંગે તદ્દન વિગતવાર ચર્ચા કરી. આ પ્રયત્નો દ્વારા રેલવે માર્ગ અવરોધ દૂર કરી જાહેર જનતાને સરળ અને સુરક્ષિત પરિવહન સુવિધા આપવામાં આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.
અહેવાલ નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ