સિહોર તાલુકાના ટાણા ગામે આમ આદમી પાર્ટીની ભવ્ય જનસભા, મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોની હાજરી.

સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે આજે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં પાર્ટીના અગ્રણીઓ તેમજ સ્થાનિક હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જનસભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ મંત્રી મહિપાલસિંહ ઝાલા, લોકસભા ઇન્ચાર્જ દિપકભાઈ પંડ્યા, જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડીયા, જિલ્લા ઇન્ચાર્જ નિકુલસિંહ ઝાલા, સિહોર તાલુકા પ્રમુખ બાલાભાઈ ડાંગર અને પાલિતાણા તાલુકા પ્રમુખ રાધવભાઈ ગોહિલે હાજરી આપી હતી.

તે ઉપરાંત, સિહોર શહેરના આપના દેવેન્દ્રસિંહ ગોહિલ, કિસાન નેતા જીણાભાઈ બેલડીયા તેમજ ટાણા જીલ્લા સીટના હોદેદારો દેવશંગભાઈ પરમાર, અશોકસિંહ ગોહિલ, મેધરાજસિંહ ગોહિલ, બાબુભાઈ વધાસિયા, મયુરસિંહ સરવૈયા, અશોકભાઈ બેલડીયા, પુથ્વરાજસિંહ સરવૈયા, અણહિલભાઈ ઉલવા, રાજભા ગોહિલ, જગદિશસિંહ ગોહિલ, રાજદિપસિંહ વાળા, રાજુભાઈ સરવૈયા, રાજુભાઈ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, ઈશ્વરભાઈ ઝડફીયા, હરેશભાઈ ચભાડીયા, જયદેવભાઈ પરમાર, ઈશ્વરભાઈ ખેર, વિક્રમભાઈ ડાભી, દલપતભાઈ ચાવડા, શેરખાન બલોચ, રમેશબાપુ દેવમુરારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટાણા તથા આજુબાજુના ગામોના હોદેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકોએ જનસભામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર.