શાળાકીય રમતોત્સવ–2025 અંતર્ગત સોનગઢ ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં સિહોરની સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠના વિદ્યાર્થીઓએ અંડર-19 કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
આ સ્પર્ધાનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી અને જિલ્લા રમતગમત અધિકારી, ભાવનગર ગ્રામ્યના સંચાલનમાં કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકાની આ વોલીબોલ સ્પર્ધામાં વિભિન્ન શાળાઓએ ભાગ લીધો હતો.
વિદ્યામંજરી સ્કૂલના વિદ્યાર્થીઓએ જમાવટદાર રમતનું પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવી જિલ્લા કક્ષાની રમત માટે પસંદગી પામી છે અને હવે આગળની સ્પર્ધામાં જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
વિદ્યાર્થીઓના આ ઉજવણિય સફળતા પર શાળાના સંચાલક તથા ટ્રસ્ટી શ્રી પી.કે. મોરડિયા સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર અનિકેતભાઈ રાજ્યગુરુ, આચાર્ય સંગીતાબેન કોઠડિયા, કોર્ડિનેટર ભાવેશભાઈ કસોટિયા, સુપરવાઈઝર તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ સાથે, સમગ્ર ટીમને તૈયારી કરનાર કોચ તથા મેનેજરને પણ શુભેચ્છાઓ પાઠવી રમત માટે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
અહેવાલ: સતાર મેતર, સિહોર