સિહોર:
શહેરના નેસડા ફાટક તથા ગાંઘળી ફાટકના બંધ રહેલા રસ્તાઓ તથા અંડરબ્રિજને લઈ છેલ્લા ઘણા સમયથી શિહોર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વાહનચાલકો, વિદ્યાર્થી, કારીગરો અને રોજિંદા મુસાફરી કરનારા નાગરિકોને પલટા રસ્તે ફરવું પડે છે અને સમય, ઈંધણ અને શ્રમની નબળી અસર અનુભવી પડી રહી છે.
આ સ્થિતિને ધ્યાને લેતા આજે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા સાઇટ વિઝિટ કરીને તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. તેમણે કહ્યું કે, “લોકોની મુશ્કેલી સહન કરી શકાય તેવી નથી, આ રસ્તાઓ વહેલામાં વહેલી તકે ખુલ્લા મુકાશે અને વિકાસના કામોને ગતિ આપવામાં આવશે.”
આ સ્થળ મુલાકાત દરમિયાન ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગુભા ગોહિલ, મહામંત્રી ભરતભાઈ મેર, શિહોર નગરપાલિકાની પ્રમુખ જાગૃતીબેન રાઠોડ, શિહોર તાલુકા અને શહેર ભાજપના અગ્રણીઓ તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
તેમજ, સ્થળ પર તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા જેમાં શિહોર મામલતદાર, પ્રાંત અધિકારી વાટલીયા મેડમ, નગરપાલિકા ચીફ ઓફિસર, રેલવે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તથા શિહોર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થળ પર જ માર્ગોની હાલની પરિસ્થિતિનો તટસ્થ રીતે અહેવાલ લેવામાં આવ્યો અને તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ અપાઈ. કેબિનેટ મંત્રીએ ખાતરી આપી કે very next step તરીકે બંને ફાટકના રસ્તા અને અંડરબ્રિજ ખુલ્લા મુકવામાં આવશે જેથી શિહોરના નાગરિકોને રાહત મળે.
અહેવાલ: સતાર મેતર, શિહોર