સિહોર સંસ્કૃતિ સ્કૂલના વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ ગોળાફેંક સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું.

સિહોરની સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસના વિદ્યાર્થીએ શાળાકીય રમતોત્સવ–૨૦૨૫ અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ (ગોળાફેંક) સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન મેળવ્યું છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત તત્વાવધાન હેઠળ તથા જિલ્લા રમતગમત અધિકારી, ભાવનગર ગ્રામ્યના સંચાલન હેઠળ SGFI ભાવનગર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સિહોરના સોલંકી હર્ષરાજ અજીતભાઈએ **અંડર–૧૯ (ભાઈઓ)**ની ગોળાફેંક રમતમાં ભાગ લીધો હતો. ઉત્કૃષ્ટ દેખાવ કરીને તેમણે જિલ્લાકક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

આ સફળતા બદલ શાળાના સંચાલક તથા ટ્રસ્ટી પી.કે. મોરડિયા, કેમ્પસ ડાયરેક્ટર અનિકેતભાઈ રાજ્યગુરુ, આચાર્ય સંગીતાબેન કોઠડિયા, કોર્ડિનેટર ભાવેશભાઈ કસોટીયા, સુપરવાઈઝર તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા ખેલાડીનું સન્માન કરી અભિનંદન પાઠવાયા હતાં.

સાથે જ આ વિદ્યાર્થીને રમત માટે તૈયાર કરનાર તેમના કોચ તથા મેનેજરને પણ અભિનંદન આપી ભવિષ્યમાં વધુ ઊંચાઈ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરાયા હતાં.


🖊️ અહેવાલ : સતાર મેતર, સિહોર