સીમા જાગરણ મંચ દ્વારા સરહદ કો પ્રણામ નામના કાર્યક્રમ નું આયોજન.

ગુજરાતનો યુવાન ગુજરાતની દરિયાઈ અને જમીનની સીમાથી અવગત થાય, ત્યાં રહેલી સુરક્ષા વ્યવસ્થાને નિહાળે, રાષ્ટ્રના પ્રથમ ગામના ગ્રામ્ય જીવનને અનુભવે અને ત્યાંની પ્રકૃતિને માણે તે હેતુ સાથે રાષ્ટ્રભાવ અને રાષ્ટ્ર સુરક્ષાના મૂળભૂત આયામોથી યુવાનો પરિચિત થાય, તે ઉદ્દેશથી સીમા જાગરણ મંચ દ્વારા સરહદ કો પ્રણામ નામનો કાર્યક્રમ તારીખ 24/ 25 અને 26 જાન્યુઆરીના રોજ ગુજરાતના સીમાવર્તી પ્રથમ ગામ ઉપર યુવાનો એક આખો દિવસ પસાર કરીને ત્યાંનું ગ્રામ્ય જીવન અને સંસ્કૃતિને અનુભવે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.


સમગ્ર ગુજરાત ભરમાંથી લગભગ 3000 જેટલા યુવાનો અને યુવતીઓ 350 થી વધારે રાષ્ટ્રના પ્રથમ ગામની મુલાકાત લેશે જેમાં તેઓ સીમા સુરક્ષા દળ, કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ તેમજ રાષ્ટ્રના રક્ષણ અને સંવર્ધન માટે સદા તત્પર એવા નાગરિકોને પણ મળશે. એમનો પ્રત્યક્ષ અનુભવ જાણવાનો સીધો લાભ મેળવશે.
જૂનાગઢ થી કુલ ૧૧૦ યુવાનો મુન્દ્રા, ગાંધીધામ અને મોરબીની જમીની તેમજ દરિયાઈ સીમા પર જવા નીકળ્યા છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)