સુઝુકી કંપનીએ આખું વિશ્વ છોડીને બાયો સીએનજીના કાર્ય માટે કરી બનાસકાંઠાની પસંદગી.

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

બનાસકાંઠા

વર્લ્ડ વાઇડ જાયન્ટ ઓટોમોબાઇલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાના ભાવી બાયો સીએનજી પ્રોજેક્ટ પર માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસકાંઠાની પસંદગી કરી છે. બનાસ ડેરી સાથે મળી સુઝુકી કંપની રૂપિયા 250 કરોડના ખર્ચે જિલ્લામાં પાંચ બાયો સીએનજીના પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના MOU આજે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની બનાસ ડેરીના નિયામક મંડળની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા. આજે બનાસકાંઠા પોહ્ચેલા સુઝુકી કંપનીના ચેરમેન સહીત ડેલિગેશન દ્વારા બનાસ ડેરીના દૂધ અને બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત કરવામાં આવી.

*જાપાનની સુઝુકી કંપની બનાસ ડેરી સાથે મળી ₹250 કરોડના ખર્ચે પાંચ બાયો સીએનજી પ્લાન્ટ સ્થપાશે*

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન સસ્ટેનિબિલિટીની દિશામાં એક મહત્ત્વનું કદમ ભર્યું છે. પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાય તેમજ તેની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે. જે માટે સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં પાંચ સીએનજી પ્લાન્ટ ઊભા કરવા રૂ.૨૫૦ કરોડથી વધુના રોકાણ તેમજ જાપાનની ટેકનોલોજી પણ પૂરી પાડશે.

*વિશ્વની સૌપ્રથમ કાઉડંગ મોબોલીટી ની શરૂઆત બનાસકાંઠા થી થશે :- ચેરમેન સુઝુકી તોશી હીરો સુઝુકી*

પશુપાલકોના પશુઓના છાણ, મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી ૨૦૧૯માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્રોજેક્ટથી પ્રેરાઇને જાપાનની જાણીતી મોટરકાર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ પાંચ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા. હવે આ પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે અને દૈનિક પાંચ લાખની ક્ષમતા સાથેના કુલ પાંચ સીએનજી પ્લાન્ટ્સ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે. જે ૨૦૨૫ સુધીમાં કાર્યરત થશે. આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દીયોદર, ડીસા અને થરાદ ખાતે સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેક્નોલોજીકલ મળી રૂ.૨૫૦ કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે.

*સુઝુકીના સહયોગ થી બનાસ બાયો સીએનજી નું કામ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે :- ચેરમેન શંકરભાઈ ચૌધરી*

આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે, આજે કારગિલ શૌર્ય દિવસના દિવસે જિલ્લામાં નવી શરૂઆત થવા જઈ રહી છે. પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીએ અમને નવો રસ્તો બતાવ્યો. જે પથ પર ચાલતા આજે સાચા અર્થે ગોબર નહીં પરંતુ ગોબરધન બન્યું છે. દેશ દુનિયામાંથી આજે બનાસનો બાયોગેસ પ્લાન્ટ જોવા લોકો આવી રહ્યા છે. બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં ટીમ બનાસનું મહત્વપૂર્ણ યોગદાન છે. વિશ્વની અગ્રણી કંપની સુઝુકીએ બનાસ પર ભરોસો મુક્યો તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. તેઓ 250 કરોડ થી વધુનો ખર્ચે કરી આપણાં જિલ્લામાં પાંચ બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપશે. જેના થકી પર્યાવરણનું રક્ષણ થશે તેમજ ગોબર વેસ્ટ નહીં વેલ્થ બનશે. જેથી ઈંઘણ પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા વિદેશમાં જતાં બચાવી શકાશે. સુઝુકીના સહયોગ થી આજે અમારું બાયો સીએનજી નું કામ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે.

આ અંગે સુઝુકી કંપનીના ચેરમેન તોશીહીરો શાન સુઝુકીએ જણાવ્યું હતું કે, “અમારી કંપનીએ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે. સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા, NDDB અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાષિ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઈન તૈયાર કરાશે. દૂધ અને ગાડી બનાવવાની કંપનીનીઓનું સાથે કામ કરતી હોય તેવી આ વિશ્વમાં નવી શરૂઆત છે. અમે ભારતમાં બાયોગેસ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. દામાના પ્લાન્ટ જેવા નવા બાયો સીએનજી પ્લાન્ટ માટે અમે બનાસ ડેરી સાથે મળી કામ કરી રહ્યા છીએ. આજે બાયો સીએનજી પ્લાન્ટના MOU કર્યા છે. વિશ્વમાં સૌપ્રથમ કાઉંડંગ મોબોલીટી નો નવો પ્રયોગ બનાસકાંઠામાં શરૂ કરીશું. બાયોગેસનો વધુ પ્રયોગ જીવન પદ્ધતિ બદલશે.

આજે આ કાર્યક્રમમાં આયુકાવા શાન, વાઇસ ચેરમેન, સુઝુકી ગ્રુપ, ટોયો ફૂંકું શાન, ડાયરેક્ટર, સુઝુકી ઇન્ડિયા, NDDB ના એકઝ્યુકેટીવ ડાયરેક્ટર રાજીવજી તેમજ બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: ગુજરાત બ્યુરો