
લાખાપરા, સુત્રાપાડા,
સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે વિવિધ વિકાસલક્ષી કામો ના ખાતમૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે, ધારાસભ્ય ભગવાનભાઈ બારડના માર્ગદર્શન હેઠળ, “જનજાગૃતિ અભિયાન રથ” ને લાખાપરા ગામમાં મુલાકાત આપવામાં આવી.
આ રથયાત્રાનો ઉદ્દેશ્ય ગામમાં સ્વચ્છતા, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ, બેટી બચાવો, જળસંચય, અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવાનો હતો. આ અભિયાનમાં ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશમंत्री ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કાનાભાઈ મૂછાર, જીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર, તાલાળા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અને જીર સોમનાથ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા સહિત મોટા સંખ્યામાં આગેવાનો અને ગામના સરપંચો, પદાધિકારીઓ હાજર રહ્યા.
આ પ્રસંગે વિશ્વસનીય દેશ માટે સેવા આપનાર નિવૃત્ત સૈનિકોનો સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત, વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, અને વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમોમાં ભાગ લીધો.
અહેવાલ : દિપક જોષી, ગીર સોમનાથ