સુત્રાપાડા તાલુકાના લોઢવા.ગામ માં મુખ્યમંત્રીનો જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ યોજાયો.

ગત રોજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે કે ચાવડાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને અગ્રણી રામભાઈ વાઢેર, સરપંચ હીરાભાઈ વાઢેર, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રો (ડૉ) જીવાભાઈ વાળા, મહામંત્રી ડી કે નિમાવત, ઉપાધ્યક્ષ મોહનભાઈ ઘેરવડા, દેવસીભાઈ વાઢેર, (યુવા ભાજપ પ્રમુખશ્રી સુત્રાપાડા) તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી મેરૂભાઇ પોલીસવાળાનો જન્મ દિવસ પણ વૃક્ષઓ વાવી ઉજવ્યો હતો.

લોઢવા ગામના અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને સાથે કિસાન મોરચો પણ જોડ્યો હતો અને ગામમાં ૧૪૦૦૦ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો હતો.

અહેવાલ :- દિપક જોષી પ્રાચી (ગિરસોમનાથ)