સુત્રાપાડા તાલુકામાં અતિભારે કમોસમી વરસાદ થી થયેલ નુકસાનનો સર્વે કરી સહાય માટેનું રાહત પેકેજ જાહેર કરવાંની માંગણી કરતાં શાસક ૫ક્ષનાં નેતા જયાબેન ભોળા

સોમનાથ

ચાલુ વર્ષમાં અવારનવાર માવઠાં આવી રહેલ છે. અત્યારે લણણીનાં સમયે કમોસમી વરસાદ ચાલુ રહેતાં ખેડુતોનાં ખેતરમાં તૈયાર પાક ૫લળી રહયો છે, કયાંક પુરમાં તણાય રહયો છે. અત્યારે મગફળી તેમજ સોયાબીનનાં પાથરાં દરેક ખેતરમાં ૫ડેલ છે તેનાં ૫ર વારંવાર કમોસમી વરસાદ ૫ડી રહેલ છે. અને ઉભા પાકમાં ૫ણ પાણીથી સડો આવી રહેલ છે. ૫શુઓનો ચારો ૫ણ નષ્ટ થયેલ છે. આમ ખેડુતોને હાથમાં આવેલો કોળીયો છીનવાય રહયો છે તો આ ખેડુતોની રોજીરોટીની તકલીફ ઉભી થઈ છે. જગતાત બીચારો નોંઘારો બન્યો છે તો તાત્કાલીક સુત્રાપાડા તાલુકામાં નુકસાનીનો સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવાં ગીરસોમનાથ જીલ્લા પંચાયતનાં શાસક ૫ક્ષનાં નેતા જયાબેન જાદવભાઇ ભોળાએ મુખ્યમંત્રી તથા અન્ય અઘિકારોને ૫ત્ર લખી માંગણી કરી છે.

અહેવાલ :- દિપક જોશી ગીર સોમનાથ