સુત્રાપાડા, તા. 18 એપ્રિલ, 2025
વધુ ઝડપે અને બેફિકરાઇથી વાહન ચલાવવાના કારણે થતા ગંભીર અકસ્માતોને અટકાવવાના ઉદ્દેશ્યથી સુત્રાપાડા પોલીસ સ્ટેશન દ્વારા વિશિષ્ટ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી જુનાગઢ રેન્જના આઇ.જી.પી. શ્રી નીલેષ જાંજડીયા, ગીર સોમનાથના એસ.પી. શ્રી મનોહરસિંહ જાડેજા, તથા વેરાવળના નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી.
ડ્રાઇવ દરમિયાન પુરઝડપે અને ભયજનક રીતે વાહન ચલાવનારા કુલ ૫૫ વાહનચાલકો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરી રૂ.૨૨,૮૦૦/-નો દંડ વસૂલવામાં આવ્યો છે. ઉપરાંત નિયમોનો ભંગ કરતા ૩ મોટા વાહનો (ટ્રક/ડમ્પર) પણ ડિટેઇન કરીને સીઝ કરવામાં આવ્યા છે.
સુત્રાપાડા પોલીસે સ્પષ્ટતા કરી છે કે, આવા નિયમ વિરુદ્ધના વાહનચાલકો સામે ભવિષ્યમાં પણ સખ્ત પગલા લેવામાં આવશે.
જિલ્લા પોલીસ તંત્રએ તમામ નાગરિકોને સલામત ડ્રાઇવિંગ માટે અનુરોધ કર્યો છે અને ભવિષ્યમાં ગંભીર પરિણામોથી બચવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.
અહેવાલ:
પ્રકાશ કારાણી – વેરાવળ