સુરતના અડાજણમાં મુખ્ય રસ્તા પર પડ્યો મોટો ભુવો, વાહનચાલકો પરેશાન – મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલો

સુરત :
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અડાજણ પાલ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પડેલો મોટો ભુવો હાલમાં શહેરની ચર્ચાનો વિષય બન્યો છે.

અડાજણ પાલ વિસ્તારમાં રોડના બરાબર મધ્યમાં મોટા ભુવો પડવાના દૃશ્યોનું વીડિયો_clip સોશ્યલ મિડીયા પર ઝડપથી વાયરલ થયા છે. આ ભુવોને કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો પલટાય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને શહેરવાસીઓએ તાકીદે યોગ્ય મરામતની માંગ કરી છે.

આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાની રોડ કામગીરી અને દર વર્ષે થતા મરામતના દાવાઓ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. નાગરિકો સોશિયલ મીડિયા પર મ્યુનિસિપલ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે, “દર વર્ષે કરોડો રૂપિયાનો બજેટ ફાળવાયા બાદ પણ વરસાદમાં રસ્તાઓ કેમ ઠેર ઠેર તૂટી પડે છે?”

હાલમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ નાના-મોટા ભુવો પડવાના કિસ્સા નોંધાયા છે. જેથી વાહનચાલકો અને રાહદારીઓએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

અહેવાલ: બ્યુરો રિપોર્ટ