સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકને શ્વાન કરડવાનો કેસનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. અહિં બે પરિવાર વચ્ચે શ્વાનના કરડવાના લઈને માથાકૂટની સાથે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં શ્વાનના માલિક બાદ બાળકના માતા પિતાની પણ ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સીધા પોલીસ સ્ટેશનની જગ્યાએ બાળકના માતા પિતાને કોર્ટમાંથી જામીન અપાવવામાં આવ્યાં હતાં. જેથી આ મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પટ ઓફ કોર્ટની ફરિયાદ બાળકના માતા પિતાએ કરી હતી. જેથી હાઈકોર્ટે અલથાણ પોલીસ સ્ટેશનના એએસઆઈને હાજર થવા નોટિસ પાઠવી છે. એએસઆઈએ દબાણ કર્યાના આક્ષેપ
માતા-પિતાએ અરજીમાં લખ્યું છે કે, 15 નવેમ્બરના રોજ ASI વર્દીમાં ઘરે આવ્યાં હતાં. ત્યારે બંને બાળકો ઘરે એકલા હતા. બાળકોને ધમકીભર્યા શબ્દોમાં તેમના પિતા અને માતા વિશે પૂછ્યું હતું. સાથે કહ્યું કે, તેમને હવે ગાંધીનગર લઈ જવું પડશે. તે જ દિવસે એએસઆઈએ એટલું દબાણ કર્યું કે, રાત્રે 11:00 વાગ્યે ખુશબૂ જોશીને અલથાણ પોલીસ સ્ટેશન બોલાવીને નોટિસ આપવામાં આવી હતી.પિતા સુરતની બહાર બેંકમાં નોકરી કરે છે. માતા તેના બે બાળકો સાથે સુરતમાં એકલી રહે છે. પોલીસના વર્તનથી આખો પરિવાર ખૂબ જ પરેશાન છે અને ડરી ગયો છે.