સુરતના ઉધનામાં બુટલેગરે ઘરમાં જ ચોરખાનું બનાવી વિદેશી દારૂ સંતાળી રાખ્યો હતો.

સુરત :

ગુજરાતમાં દારૂબંધી હોવાની મોટી મોટી વાતો વચ્ચે સુરતમાં એક બુટલેગરે પોતાના ઘરને જ દારૂનું ગોડાઉન બનાવી દીધું હોય તેવું સામે આવ્યુ હતુ. બુટલેગરે પોતાના ઘરમાં જ્યાં હાથ નાખો ત્યાંથી દારૂની બાટલી મળે તે રીતે પોતાના ઘરને દારૂનો અડ્ડો બનાવી દીધો હતો. જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ઉધના પોલીસને મળેલી બાતમીના આધારે બુટલેગર પંકજ રાણાના ઘરમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પહેલી નજરે તો પોલીસને કશું જ હાથ લાગ્યું નહોતું. પરંતુ ત્યારબાદ એક પછી એક સ્વીચ બોર્ડ, કબાટ, ફર્નિચર સહિતની વસ્તુઓ આડેથી પોલીસને દારૂની બોટલો મળી રહી હતી. આ સિવાય છત ઉપર રાખવામાં આવેલા એસીના કમ્પ્રેસર આડેથી પણ દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)