સુરતના કડોદરા ચાર રસ્તા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 14 ફૂટ ઊંચી પ્રતિમાનો ભવ્ય અનાવરણ!!

👉 સુરત, કડોદરા, તા. 17:
સુરતના કડોદરા ચાર રસ્તા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ ની 14 ફૂટ ઊંચી પ્રતિમાનું ભવ્ય અનાવરણ કेंद્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો.

➡️ કાર્યક્રમની મુખ્ય ઝલક:
✅ પ્રતિમાનું નિર્માણ કડોદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું.
✅ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
✅ અનાવરણ સમયે નાસિક ઢોલ ની થાપ પર નૃત્ય અને ઉલ્લાસભર્યા દ્રશ્યો જોવા મળ્યા.
✅ સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

➡️ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ:
✔️ બારડોલીના સાંસદ પ્રભુ વસાવા
✔️ બારડોલીના વિધાનસભ્ય ઈશ્વર પરમાર
✔️ ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા.

➡️ સી.આર. પાટીલે લોકોને શિવાજી મહારાજના ત્યાગ અને શૌર્ય વિશે જાણકારી આપી અને સત્ય અને ન્યાયના માર્ગે ચાલવા પ્રેરણા આપી.

અહેવાલ : સંતોષ જયસવાલ (સુરત ગ્રામ્ય)