સુરતના કરંજમાં ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ લેતા તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રંગેહાથ ઝડપાયા

{"remix_data":[],"source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

સુરત :

માંડવી તાલુકાના કરંજ ગામમાં વર્ગ 3 તરિકે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જીજ્ઞેશકુમાર પ્રફુલભાઇ પટેલ તથા કોમ્પ્યુટર ઓપરેટર પ્રિતેશ ઉર્ફે પીન્ટુ મણીલાલ વસાવાએ કરંજ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ માગીને સ્વીકારી હતી. જો કે, લાંચ લેતા જ એસીબીના છટકામાં બન્ને આબાદ રીતે ફસાઈ ગયા હતાં. તેમની પાસેથી 3500ની રિકવરી પણ કરવામાં આવી હતી.હાલ બન્નેને ઝડપી લઈને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નામ દાખલ કરવાના નામે 3500 ની લાંચ માગી

ફરીયાદીએ કરંજ ગામે મિલકત ખરીદી હતી. આ મિલકતમાં પોતાનું નામ દાખલ કરવા માટે મિલકત નામ ફેરનું ફોર્મ ભર્યું હતું. જે બાબતે કરંજ ગ્રામ પંચાયત ખાતે જઇ તપાસ કરતા તલાટી કમમંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરએ મિલકતમાં નામ ફેર કરવાના અવેજ પેટે પ્રથમ ૫૦૦૦ લાંચની માંગણી કરી હતી. જે રકઝકનાં ૩૫૦૦ની લાંચ નક્કી કરવામાં આવી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી ફરિયાદી સાથે વાતચિત કરી, લાંચની રકમ સ્વિકારી હતી. જેથી બન્ને આરોપીઓ સ્થળ પર પકડાઇ ગયા હતાં.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)