સુરત:
સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમે મોટું સફાઈ કામ કરતા વાહનચોર ગેંગના બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે અલગ-અલગ ટીમ બનાવી ચોરીના પાંચ ટુ વ્હીલર બાઈક કબજે કરી 1.56 લાખનો મુદ્દામાલ હાંસલ કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ બંને આરોપીઓ રાજસ્થાન, અમદાવાદ, વલસાડ, વાપી અને સુરત સહિત વિવિધ શહેરોમાં ટુ વ્હીલર વાહન ચોરી કરતી ગેંગ સાથે સંકળાયેલા છે. તેઓ ખાસ કરીને રહેણાક વિસ્તારો અને બજાર વિસ્તારમાં પાર્ક કરેલી બાઈક ટાર્ગેટ કરતા હતાં.
કાપોદ્રા પોલીસે ચોરીના આરોપીઓની અટકાયત કરીને હાલ વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી કુલ પાંચ બાઈક મળી આવેલી છે, જેની અંદાજિત કિંમત રૂ. 1.56 લાખ જેટલી છે.
હાલ કાપોદ્રા પોલીસે આ સમગ્ર ગેંગમાં કેટલા લોકો સામેલ છે? તેઓ કયા સ્થળોથી વધુ બાઈક ચોરી કરી છે? અને મળેલ બાઈકના મૂળ માલિકો સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
આ કાર્યવાહી માટે કાપોદ્રા પોલીસની પ્રશંસા થઇ રહી છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી ટુ વ્હીલર વાહન ચોરીની ઘટનાઓમાં વધારો થયો હતો. પોલીસે ગેંગના અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે પણ તપાસ ઝડપી કરી છે.
રિપોર્ટર: બ્યુરો રિપોર્ટ