સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર બે આરોપીની કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર બે આરોપીની કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 9 નવેમ્બરના રોજ યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ યુવતીની હત્યા થઈ હોવા બાબતે આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા કાના પરમાર નામનો યુવક યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપી દુષ્કર્મ આચારતો હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે કાના પરમાર સહિત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

9 નવેમ્બર 2024ના રોજ સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમથી કાપોદ્રા પોલીસ સ્ટેશનને વાયરલેસ મેસેજ મળ્યો હતો કે,નપી પી સવાણી હોસ્પિટલ સિધ્ધકુટિર મંદિર તાપી નદીના પાણીમાંથી એક મહિલાની લાશ લોકોને જોવા મળી છે. આ માહિતી મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મહિલાની લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી.

કાનો પોતાના મિત્ર રોહિત ધુમડિયા સાથે યુવતી પાસે આવ્યો હતો. યુવતીને મોટર સાયકલ પર બેસાડી મોટા વરાછા વિસ્તારના ઉતરાણ તરફ આવેલા પનવેલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં હોટલની અંદર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કાનો જે સમયે યુવતી સાથે હોટલના રૂમમાં હતો ત્યાં રોહિત હોટલના રૂમની બહાર દેખરેખ કરી રહ્યો હતો. ત્યારબાદ કાનો અને રોહિત યુવતીને કાપોદ્રા સિધ્ધકુટીર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે છોડીને જતા રહ્યા હતા.