📍ભાવનગરથી સતાર મેતરનો અહેવાલ
તારીખ: 04 એપ્રિલ, 2025
સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ખોટા જી.એસ.ટી. દસ્તાવેજો બનાવવાના ગંભીર ગુન્હામાં વોન્ટેડ આરોપી ઈર્શાદ ઉર્ફે પિન્ટુ સરકારને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
🕵️♂️ આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબના દિશાનિર્દેશ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાલા અને ટીમે સંભાળી હતી.
📍તા. 04 એપ્રિલ, 2025ના રોજ, ભાવનગર એલસીબી સ્ટાફ શહેરમાં પેટ્રોલીંગ દરમિયાન હતી ત્યારે બાતમી મળતા સ્ટાફ ત્વરિત સ્થળે પહોંચ્યો. ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના ગુન્હા નં. 0353/2024 હેઠળ ઘણા ગંભીર કલમો હેઠળ વોન્ટેડ આરોપી ઈર્શાદ ઉર્ફે પિન્ટુ સત્તારભાઈ શેખ ખૂણામાં ઉભો હોવાનું માલુમ પડ્યું.
👕 તે સમયે આરોપી સફેદ ટીશર્ટ અને કાળી પેન્ટ પહેરીને ગોરી ફળીયાના નાકા પાસે ઊભો હતો. એલસીબી સ્ટાફે પુછપરછ બાદ તેની ધરપકડ કરી અને તેને આગળની કાયદેસર કાર્યવાહી માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો.
📄 ગુન્હાના કલમો ખાસ નોંધપાત્ર છે:
IPC કલમો – 420 (ઠગાઈ), 465 (ખોટી દસ્તાવેજી બનાવટ), 467, 468, 471 (દસ્તાવેજોના દુરુપયોગ), 120(B) (ષડયંત્ર), અને 114 (સહકાર) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
📞 સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને પણ આ ધરપકડ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી છે.
આ ધરપકડ આપણી લોકલ ક્રાઇમ બ્રાન્ચની કડક કાર્યક્ષમતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામેના લડાયમાં એક વધુ સફળ પગથિયો છે.
🛡️ ગુનાહિત તત્વો જાણવા જોઈએ કે કાયદાના હાથ લાંબા હોય છે — ગુનાહો કઈયાંયે છૂપાતા નથી!
અહેવાલ : સતાર મેતર ભાવનગર