સુરતના ગુન્હાના આરોપી ને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ભાવનગર

સુરત શહેર, કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જુગારના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ એ.એસ.આઇ., એલ.સી.બી.,ભાવનગરને બાતમીરાહે હકિકત મળેલ કે, સુરત શહેર, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જુગારના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી વિજયભાઇ છગનભાઇ ગોલાણીયા તેના રહેણાંક મકાને હાજર છે.જેથી તેના રહેણાંક મકાને આવતાં નીચે મુજબના નાસતા-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતાં નીચે મુજબના ગુન્હામાં નાસતા-ફરતા હોવાનું જણાવેલ. જેથી આગળની વધુ તપાસ માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી સુરત શહેર, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ.

અહેવાલ – JK ન્યૂઝ બ્યુરો ગુજરાત