સુરત પાંડેસરા: પાંડેસરાના શિવમ નગરમાં રહેતી 6 વર્ષીય અનુષ્કા કુમારીનું અચાનક ઝાડા ઉલટી થતા મૃત્યુ નીપજ્યું છે. બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તબીબોએ સારવાર કરતાં પહેલા જ તેને મૃત જાહેર કર્યું.
બાળકીના પિતા દિલીપકુમાર યાદવ, જે સ્થાનિક કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કાર્યરત છે, તેમના પરિવારને લગભગ 20 દિવસ પહેલા વતનમાંથી સુરત લાવવામાં આવ્યા હતા.
આ અચાનક ઘટનાથી સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાવી છે.