સુરતના પુણાગામમાં ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રીક ૩૦૬૦ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ના પ્રયત્નથી દરજી સમાજનું પ્રથમ દેહદાન.

સુરત :

લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખ તેમજ સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ર્ડો. પ્રફુલભાઇ શિરોયાની ચક્ષુદાન મહાદાન ની સાથે મૃત્યુ બાદ દેહદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવા માં ખુબજ અગત્ય નો ફાળો છે આવોજ કિસ્સો સુરત ના પુણાગામ , ૩૫ કલ્યાણનગર માં રહેતા ને હોમગાર્ડઝ માં માનદસેવા આપતાં તુષારભાઈ સોલંકી ના ધર્મપત્ની સ્વ. જ્યોતીબેન તુષારભાઈ સોલંકી ઉ. વર્ષ.52 નુ ટૂંકી માંદગી બાદ અવસાન થતા સ્વર્ગસ્થ જ્યોતિબેને દેહ દાન કરવા નો સંકલ્પ કર્યો હોય જયારે તેમના અવસાન પહેલા બે દિવસ અગાવ તેમના શરીર નુ દાન કરવાનું જણાવેલ સ્વર્ગસ્થ ના અવસાન બાદ ઉપરોક્ત દેહદાન સંકલ્પ પૂર્ણ કરવા તેમના પતી દ્વારા ડૉક્ટર પ્રફુલભાઇ શિરોયા સાહેબ ને જણાવતા તેઓ નવસારી મેડિકલ કોલેજ મા દેહદાન અર્પણ કર્યું.

દેહદાન જાગૃતિ અંગે ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું હોય સ્વર્ગસ્થ ના પરિવાર માં તેમજ સમસ્ત દરજી સમાજ નુ આ પ્રથમ દેહદાન હોય ઉપરોક્ત દેહદાન સ્વર્ગસ્થ ના પતિ તુષારભાઈ માવજીભાઈ સોલંકી સ્વર્ગસ્થ ના જેઠ નટુભાઈ માવજીભાઈ સોલંકી, તેમના બાળકો ડૉક્ટર દીપાલીબેન સોલંકી, જીગરભાઈ સોલંકી, ભૌતિકભાઈ સોલંકી પુત્રવધુ સોનલબેન જીગરભાઈ સોલંકી એ સ્વર્ગસ્થની બોડી નુ દાન આપી આ સમાજ ને ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)