સુરતના ભાટિયા ગામેથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 20.69 લાખના જથ્થા સાથે બે પકડાયાં

સુરત :

સુરતના સચિન નજીક ભાટીયા ગામે આવેલા પ્રમુખરાજ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરાય છે.પોલીસની ટીમે દરોડો પાડી તપાસ કરતા પેટ્રોલપંપના કમ્પાઉન્ડમાં ટેન્કરનું સીલ ખોલીને પાઇપ વડે ટોલ્યુરઇન કેમિકલની ચોરી કરીને બોલેરો પીક અપ વાનમાં રહેલા ડ્રમમાં ભરવામાં આવતું હતું. પોલીસે કેમિકલના ટેન્કરના ડ્રાઈવર શિવશંકર યાદવ (રહે.ક્રિશ્નાનગર આસપાસ ત્રણ રસ્તા, લિંબાયત) અને પ્રણવ અલ્પેશ પટેલ (રહે પ્રમુખ રાજપંપ કમ્પાઉન્ડ)ની ધરપકડ કરીને રૂ.20,69,946ની કિંમતનું 19.770 લિટર કેમિકલ અને ટેન્ડર અને બોલેરો વાન મળીને કુલ 42.80લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં પ્રણવ પાસેથી ગોડાદરા માનસરોવર સોસાયટીમાં રહેતા લક્ષ્મણ રામલાલ ખટીક એ વાહન પાર્ક કરવા માટે રૂ.5,000 ભાડે જગ્યા રાખી હોવાનું જણાવ્યું હતું. પોલીસે લક્ષ્મણ ખટીક અને પીકઅપ વાનના ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)