સુરતના ભાઠામાં તાપી કિનારે પાળા નજીક CRZની જમીનમાં પાક્કું બાંધકામ શરૂ કરાતા કલેક્ટરને ફરિયાદ

સુરત :

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારનાં બેટ માં આશરે 1000 થી 1200 વિંઘા જમીન સરકારી અને આશરે 300 થી 350 વિંઘા ખાનગી જમીન આવેલી છે. ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી.

તાપી નદી કિનારે માટી પુરાણ ની આ કામગીરી પાળા યોજના ની જોગવાઈઓનો ભંગ છે. આ માટી પુરાણ વહીવટી તંત્રની મજૂરી વિના જ તાપી નદી કિનારાની સરકારી જમીન ખોદી કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે.

આ મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફરિયાદ કરી છે. નાયકે આક્ષેપ કર્યો છે કે બ્લોક નં. 608 અને 628ની જમીન કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2011-19 મુજબ “હેઝાર્ડ લાઇન” માં આવે છે અને તે સીઆરઝેડ વિસ્તારમાં આવે છે

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)