સુરતના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ મંદિરમાં ફસાયેલા 4 લોકોનું કરાયુ રેસ્ક્યુ.

સુરત :

સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માંગરોળ નાની પારડી ગામે મંદિરમાં ફસાયેલા 4 લોકો રેસ્કયુ કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માંગરોળ નાની પારડી ગામે 4 લોકો રેસ્કયુ કરવામાં આવ્યુ છે. જેમાંથી 2 લોકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું છે. મંદિરના પૂજારી અને મહિલાનું SDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. કીમ નદીના પાણી મંદિરની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેના પગલે અનેક લોકો ફસાયા છે.માંગરોળ તાલુકામાં તો રાત્રે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદી નાળાથી લઈને ગામડાઓના રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી. સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાની કીમ અને ભૂખી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, ત્યારે માંગરોળ તાલુકાના ૧૯ ગામમાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં ૧૫૦૮ લોકોને સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યા છે.

અહેવાલ :અશ્વિન પાંડે (સુરત)