સુરત, તા. ૧૪ મે
સુરત શહેરના રામપુરા વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જૂના ઝઘડાને લઇને બે યુવકો ઉપર ખૂનખાર રીતે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હુમલો એવો હતો કે હુમલાખોરોએ કેહ્યુ કે – “તૂ મેરે સાથ પતાવત કર લે જુનેવાલી મેટર મે, નહી તો તેરે કો જાન સે માર દૂંગા…”
આવું કહીને ૭ થી ૮ શખ્સોએ મિલીને લાકડા, લોખંડની પાઈપો અને તલવારથી જઘન્ય હુમલો કર્યો હતો.
📍 ઘાયલોની ઓળખ:
- એઝાઝ અંસારી
- આદિલ પઠાણ
હુમલાની તીવ્રતાને ધ્યાને લેતાં બંનેને તરત જ લોખંડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે.
👮 કાયદાકીય કાર્યવાહીની અપેક્ષા:
ઘાયલ એઝાઝ અંસારીએ સુરત પોલીસ કમિશનર સમક્ષ ન્યાયની માંગણી કરી છે અને કહ્યું છે કે જાહેરમાં આવી રીતે જીવલેણ હુમલો કરવો એ માત્ર વ્યક્તિગત નહિ પરંતુ જાહેર સુરક્ષાની જ સંભવિત ચીંતાજનક ઘટના છે.
પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક સગવડથી આરોપીઓની ઓળખ કરવા પ્રયાસ ચાલી રહ્યો છે.