સુરતના લિંબાયત મીઠી ખાડીમાં પાણીની સ્થિતિ યથાવત, તંત્રની અવ્યવસ્થાએ ઉપચારમાં વિલંબ

સુરત:
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડીમાં પાણીની સ્થિતિ હજુ યથાવત છે, પરંતુ તંત્ર દ્વારા આવા ક્ષેત્રોમાં આવશ્યક સુવિધાઓના અભાવે ગંભીર સ્થિતિ ઉભી થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રેમાન નામના વ્યક્તિને તબિયત બગડતા સ્થળ પર તાત્કાલિક સારવારની જરૂર પડી હતી, પણ તંત્ર પાસે ખાડી પાર જવાની કોઈ બોટની સુવિધા ઉપલબ્ધ નહોતી. ફાયર વિભાગ પાસે પણ આ પ્રકારની પૂરતી વ્યવસ્થા ન હોવાથી સમય માટે દોડધામ સર્જાઈ.

દર્દીને સ્થળેથી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં લગભગ 30 મિનિટનો સમય લાગ્યો હતો, જોકે 108ની ટીમ ઘટના સ્થળે સમયસર પહોંચી ગઈ હતી.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, ખાડી વિસ્તાર જેવા સ્થળોએ તાત્કાલિક બચાવ કામગીરી માટે જરૂરી સાધનો અને સંસાધનો ઉપલબ્ધ હોવા જોઈએ. તંત્રની અવ્યવસ્થાને કારણે જીવ બચાવવા માટે અવશ્યક સમયમાં વિલંબ થવો ગંભીર ચિંતા વિષય છે.

સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોએ તંત્ર સામે આ બાબતે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠાવી છે.

 અહેવાલ :- બ્યુરો રિપોર્ટ