સુરતના વરાછા રિંગ રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત કાર ચાલકે અડફેટે લેતાં બે ના મોત

સુરત :
સુરતના મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 4 ટુ-વ્હિલરને અડફેટે લીધા હતા. જેમાં માસા-ભાણેજનું મોત નીપજ્યું હતું અને 4ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે. તેમાંય એક તો સગર્ભા છે.મળતી માહિતી મુજબ આ અકસ્માતનો ભોગ બનેલા મૃતકના નામ વિયાન દવેશભાઈ વાઘાણી (ઉં.વ. 6, ભાણેજ) અને સંકેત હિંમતભાઈ વાવડિયા (ઉં.વ. 29, માસા)

ગત રાત લગભગ બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઈકચાલકોને અટફેટે લીધા હતા. એક બાઈક પર યુવક અને એક બાળક પસાર થઈ રહ્યા હતા તેને પણ ગંભીર રીતે અડફેટે લીધા હતા.ગંભીર ઈજા પહોંચતા બન્નેના મોત નીપજ્યા હતા.

જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉતરાણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)