સુરતના પોશ વિસ્તારોમાં ગણાતી વેસુ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગેલ કોલોનીમાં આવેલ નીલકંઠ નિવાસ બહાર પાર્ક કરેલી મોંઘીઘાટ મર્સિડીઝ કારને અજાણ્યા ઇસમે જ્વલનશીલ પદાર્થ નાખી આગ ચંપકી દેતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાનો સંપૂર્ણ દ્રશ્ય અત્યારે સોશ્યલ મીડિયા અને સ્થાનિક પોલીસના હાથમાં આવેલા CCTV ફૂટેજમાં કેદ થયો છે.
સીસીટીવી ફૂટેજ અનુસાર, એક અજાણ્યો ઈસમ રાત્રિના સમયે વાહન નજીક પહોંચે છે અને કાર પર જ્વલનશીલ દ્રવ્ય છાંટી તરત જ આગ લગાડીને ભાગી જાય છે. આગ લાગી જતા મર્સિડીઝ કારમાં ભારે નુકસાન થયું છે. કાર માલિક તથા પરિવારના સભ્યો આ દ્રશ્ય જોઈને દુ:ખી બની ગયા હતા અને ભયની લાગણી અનુભવી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં વાહનના માલિકે તાત્કાલિક વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાથે સાથે પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા ઇસમની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. વાહનમાલિક તરફથી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે CCTVમાં દેખાતા શખ્સ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
હાલ તપાસ અધિકારીઓ અજાણ્યા ઇસમના ઇરાદા અને આ ઘટનાના પાછળના મકસદ અંગે છાણબિનમાં લાગી ગયા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે શા માટે કારને ટાર્ગેટ કરવામાં આવી? શું આ વ્યક્તિગત વેરવિખેર છે કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિથી સંકળાયેલી કામગીરી છે?
અગ્નિતાંડવમાં કોઈ જાનહાનિ નહોતી પરંતુ મોંઘીગાટ કાર દઝડતાં માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ ઘટના પછી સમગ્ર વેસુ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.