સુરતની અદિતિ અને અનુજા બન્ને બહેનોએ વિશ્વનો સૌથી ઊંચો શિખર સર કરી દેશનું નામ રોશન કર્યું.

સુરત

ગુજરાતની એવરેસ્ટ સિસ્ટ્ટર્સ તરીકે જાણીતી બહેનો ,અદિતિ અને અનુજા વૈદ્યએ નોર્થ અમેરિકન ઉપખંડનો સૌથી ઉંચો, અલાસ્કા સ્થિત માઉન્ટ ડેનાલી પર્વત સર કરી ને ફરી એક વાર સુરત શહેર અને ગુજરાત નું નામ અંતર રાષ્ટ્રીય પર્વતારોહણ ક્ષેત્ર માં ચમકાવ્યું છે.આ સાથે બંને બહેનો, આ શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી બહેનો બની છે તથા અનુજા એ ,દુનિયા ના સાત ઉપખંડ ના સાતે સાત સૌથી ઉંચા શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા બનવાનું શ્રેય પ્રાપ્ત કર્યું છે.

એમની સાથે આ અભિયાન માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી ડોક્ટર કપલ, અમદાવાદ ના ડૉ. હેમંત લેઉવા તથતેમના પત્ની ડો. સુરભિ લેઉવા એ આ શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી ડોક્ટર કપલ બનવા નું કીર્તિમાન સ્થાપિત કર્યું છે.ડો હેમંત લેઉવા ની લીડર શિપ નીચે આખી ટીમ નું આ શિખર આરોહણ-25 ડિગ્રી તામાનમાં સફળ રહ્યું હતું.

માઉન્ટ ડેનાલી, એ પહાડ ના બેઝ થી ગણીએ તો દુનિયા નો સૌથી ઉંચો પર્વત છે. એવરેસ્ટ , બેઝ થી 11000 ફુટ ઉંચો છે. જ્યારે ડેનાલી બેઝ થી 20,000 ફુટ ઉંચો છે.

આ રીતે તે દુનિયા નું સૌથી ઊંચું શિખર ગણાય છે. તે સાતેય શિખરો માંથી સૌથી મુશ્કેલ શિખર મનાય છે. તેઓ 9 જુલાઈ સુધી સુરત પરત આવી જશે.
 

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)