સુરત શહેરની ઉત્તરાણ પોલીસની કઠોર ગામ વિસ્તારમાં તાળી વાળ વિસ્તારમાં ગૌમાસ કટીંગની બાતમી મળતા પોલીસ તાકીદે દોડી ગઇ અને ગૌમાસ કટીંગ કરતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે.
પોલીસે રેડ દરમિયાન કુલ 197 કિલો ગૌમાસ તેમજ ગૌમાસ કટીંગ માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો કબજે કર્યા છે. આરોપીઓમાં દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ અને તેના સાથે રહીશ શેખ, સાહિલ પઠાણ, રસીદ શેખ અને મયુદ્દીન મફાતી સામેલ છે.
અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ પોતાની દુકાનમાં ગૌમાસ કટીંગ કરતો હોવાનું પોલીસને જણાયું છે અને તે આ ગૌમાસને સારી માને રાખી કામ કરાવતો હતો. પોલીસે આ મામલે દુકાન માલિક સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ સાથે, 86,220 રૂપિયાની કિંમતના ગૌમાસના મુદ્દામાલ પણ કબજે કર્યા ગયા છે.
ઉત્તરાણ પોલીસ આ કાર્યવાહી દ્વારા ગૌમાસ કટીંગ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા પ્રયત્નશીલ છે અને આવી તસ્કરીને અટકાવવા માટે જોરદાર કાર્યવાહી ચાલુ રાખશે.